ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 68મી પુણ્યતિથિ
Live TV
-
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 68મો મહાપરિનિર્વાણ દિવસ છે.
મહત્વનું છે કે ડૉ. આંબેડકરે ભારતીય બંધારણનો તખ્તો ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને વંચિત સમુદાયો, ખાસ કરીને SC/ST/OBC/મહિલાઓના હિતોનું સમર્થન કર્યું હતું. સામાજિક ન્યાય, સમાનતા અને લોકશાહી અંગેના તેમના વિચારો પેઢીઓ અને વર્તમાન સરકારને પ્રેરણા આપતા રહે છે.
મહાપરિનિર્વાણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે પૂજ્ય બાબા સાહેબ ભારતીય બંધારણના શિલ્પકાર હોવાની સાથે સાથે સામાજિક સમરસતાના પણ અમર હીરો હતા. જેમણે પોતાનું જીવન શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આજે તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને મારી આદરપૂર્વક પ્રણામ.
