સંસદના શિયાળુસત્રનો આજે ત્રીજો દિવસ
Live TV
-
સંસદના શિયાળુસત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કશ્મીર અનામત સંશોધક બિલ 2023 અને જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ 2023 પર ચર્ચાનો જવાબ આપશે. જે બાદ બંને બિલોને ગૃહમાં પસાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સંશોધન બિલ 2023ની ચર્ચા કરીને પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તો બીજી તરફ, રાજ્યસભામાં દેશની આર્થિક સ્થિતિ પર મંગળવારે શરૂ થયેલી ચર્ચા આજે પણ યથાવત રહેશે.
આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ 2023-2024 માટે અનુદાનની અનુકૂલિત માંગણીઓના સંદર્ભમાં એક વક્તવ્ય બંને ગૃહના ટેબલ પર મૂકશે.
