Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ દેશમાં 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે: ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ

Live TV

X
  • મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ દેશમાં કુલ 14.37 કરોડ સક્રિય લાભાર્થીઓ છે, અને ગયા વર્ષની સરખામણીમાં યોજના હેઠળ વ્યક્તિ-દિવસોની સંખ્યામાં વધારો થયો છે.

    લોકસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મહાત્મા ગાંધી નરેગા એક માંગ આધારિત યોજના છે. તેમણે કહ્યું કે, 30 નવેમ્બર, 2023  સુધીમાં કુલ 221.60 કરોડ વ્યક્તિ-દિવસનું નિર્માણ થયું છે જે છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન જનરેટ થયેલા વ્યક્તિ-દિવસો કરતાં વધુ છે, જે 208.74 કરોડ વ્યક્તિ-દિવસ છે. 

    ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કામ કરનાર લાભાર્થીને સક્રિય લાભાર્થી કહેવામાં આવે છે. જો ગ્રામીણ વિસ્તારના પરિવારના પુખ્ત સભ્ય છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કામની માંગણી ન કરે તો તે સભ્ય સક્રિય લાભાર્થીઓની યાદીમાં રહેશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply