બજેટ સત્રના બીજા ચરણમાં આજે કેંદ્રિય વિદેશ મંત્રી 'વેક્સીન મૈત્રી' અંગે આપશે નિવેદન
Live TV
-
સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં આજે કેંદ્રિય વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતની માનવતાવાદી પહેલ 'વેક્સીન મૈત્રી' અંગે નિવેદન આપશે. આ સાથે જ રાજ્યસભામાં રેલવે,પર્યટન અને ખાદ્ય સુરક્ષા મંત્રાલય ના કામકાજ પર ચર્ચા થશે. તો લોકસભા ની વાત કરવામાં આવે તો આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના અનુદાનની માંગણીઓ પર મતદાન અને ચર્ચા થશે.. આ સાથે વર્ષ 2021-22 માટે કેંદ્રિય બજેટ ના સબંધમાં અનુદાનની માંગણીઓ પર મતદાન થશે.
