બજેટ સત્રના બીજા તબક્કામાં બંને ગૃહમાં મહત્વના મુદ્દાઓ પર થઈ રહેલી ચર્ચા
Live TV
-
બજેટ સત્રના બીજા તબક્કામાં બંને ગૃહમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી હતી. ત્યારે લોકસભામાં શિક્ષણ મંત્રાલય માટેના અનુદાન માટેની માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના શશી થરૂરે નિવેદન કર્યું હતું કે હાલની સરકારની પ્રાથમિકતા શિક્ષણ નથી. ત્યારે, ભાજપના સંજય જયસ્વાલે જવાબ આપતા જણાવ્યું હતું કે એનડીએના શાસનકાળમાં શિક્ષણ ક્ષેત્ર માટેના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે શશી થરૂરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરી હતી. તો રાજયસભામાં જલશક્તિ મંત્રાલયના કામકાજના મુદ્દે રાજયસભામાં ચર્ચાનો જવાબ આપતા જળ શક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે મિશન જળ શક્તિના શુભારંભ બાદ માત્ર 15 મહિનાના ગાળામાં નળ કનેક્શનમાં વીસ ટકાનો વધારો થયો છે. તો નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર, કોર્પોરેટ સામાજિક જવાબદારી એટલે કે CSR નો ઉપયોગ કોઈ સરકારી યોજના માટે કરી શકે નહીં.
