Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ કોરોના સ્થિતિ અંગે દેશના મુખ્યમંત્રીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રસારને રોકવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર ભાર મૂકયો હતો. આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે આપણને કોરોનાને રોકવામાં ઘણી સફળતા મળી છે ત્યારે હવે તેમાં બેદરકારી ન દાખવવી જોઈએ. પ્રધાનમંત્રીએ કોરોનાના વધતા કેસને નિયંત્રણમાં  લેવા માટે  ઝડપી તેમજ નિર્ણાયક પગલાં લેવા અંગેના સૂચન કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના 70 જિલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકાની વૃદ્ધિ થઈ છે ત્યારે માસ્ક પહેરવું અનિવાર્ય છે તેમજ નાના શહેરોમાં ટેસ્ટિંગ પ્રત્યે ગંભીરતા આવે તે પણ જરૂરી છે. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને વાઇરસના પ્રસારને રોકવા માટે નાના કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply