દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતીની સમીક્ષામાં CM રૂપાણી સહભાગી થયા
Live TV
-
રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ બેઠકમાં સહભાગી થયા રાજ્યમાં કોવિડ-19ની હાલની પરિસ્થિતી અને વેકસીનેશન કામગીરી અંગે વડાપ્રધાનશ્રીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ માહિતગાર કર્યા. વધતા કેસોને નિયંત્રણમાં રાખવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. રાજ્યમાં રોજના સરેરાશ ૧.પ૦ લાખ વેકસીનેશનને વધારીને ૩ લાખ સુધી લઇ જવાશે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધારી સઘન સારવાર-નિયંત્રણ-સર્વેલન્સ પગલાં લેવાઇ રહ્યાં છે. ધનવંતરી રથની સંખ્યા પણ વધારી છે. ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનો વધુ કડકાઇથી અમલ કરાય છે ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ સાથે સમગ્ર રાજ્યમાં ‘‘દવાઇ ભી ઔર કડાઇ ભી’’નો મંત્ર અપનાવી કોરોના નિયંત્રણમાં રાખવા ગુજરાતનો નિર્ધાર.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રીને ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશનની વ્યાપક કામગીરીથી અવગત કરાવતાં કહ્યું કે, ગુજરાત વેકસીનેશનમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે. અત્યાર સુધીમાં રર લાખ ૧પ હજાર વ્યક્તિઓને કોવિડ-19 વેકસીનનો પહેલો ડોઝ અને પ.૪ર લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. સાથોસાથ રેલ્વે સ્ટેશન, એર પોર્ટસ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કીનીંગ પણ કરવામાં આવે છે અને લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરીને તાત્કાલિક જરૂરી ઇલાજ સુવિધા આપીએ છીયે. મુખ્યમંત્રીશ્રીએ કોરોના કોવિડ-19 નિયંત્રણ માટેના કેન્દ્ર સરકારના જે દિશા નિર્દેશો અપાશે તેનો રાજ્યમાં યોગ્ય અમલ કરવાની પણ ખાતરી બેઠકમાં આપી હતી.
