બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ નેતાઓની બેઠક
Live TV
-
બેઠકમાં સંસદના બંને સદનોની કાર્યવાહી સૂચારું રીતે થઈ શકે તે માટે વિપક્ષને સહયોગ આપવા માટેની અપીલ
બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ સરકારે સંસદના બંને સદનના વિભિન્ન પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે સંસદની પુન:રચના પછી પહેલી વખત ભાજપની સંસદીય પક્ષની બેઠક પણ આજે મળી હતી. સરકાર આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના સત્રની પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સંસદના બંને સદનોની કાર્યવાહી સૂચારું રીતે થઈ શકે તે માટે વિપક્ષને સહયોગ આપવા માટેની અપીલ કરવામાં આવશે. આ સત્રમાં સંસદમાં ત્રણ તલાક બિલ ઉપરાંત કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક કેડર આરક્ષણ બિલ તેમજ આધાર અને અન્ય સંશોધન કાનૂનને સંલગ્ન વિધેયકો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ 20 જૂનના રોજ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકોને સંબોધિત કરશે. 4 જુલાઈ આર્થિક સર્વેક્ષણ અને 5 જુલાઈના રોજ સામાની બજેટ રજૂ કરવામાં આવશે.
