Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાની બે બેઠકો માટે 5 જૂલાઇએ પેટા ચૂંટણી

Live TV

X
  • ગુજરાતના સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાની બેઠક પરથી રાજીનામાં આપ્યા છે. જેના સંદર્ભે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આગામી તા. 5 જુલાઈના રોજ બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે

    તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાજ્ય સભામાં ગુજરાતના સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની વિજેતા બન્યા છે, જેથી આ બંને સાંસદોએ રાજ્યસભાની બેઠક પરથી રાજીનામાં આપ્યા છે. જેના સંદર્ભે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આગામી તા. 5 જુલાઈના રોજ આ બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે. જેના અંતર્ગત તા. 18 જૂનના રોજ નોટિફિકેશન જાહેર થશે. તા. 25 જૂનના રોજ ઉમેદવારી પત્રક નોંધાવવાનો અંતિમ દિવસ છે. તા. 26 જૂનના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરાશે. તા. 28 જૂનના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને તા. 5 જૂનના રોજ સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મતોની ગણતરી હાથ ધરાશે. ગુજરાતને બે બેઠક ઉપરાંત બિહારની એક અને ઓડિશાની ત્રણ બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply