બરતરફ 8 સાંસદો માટે ઉપસભાપતિ દ્વારા ચા લઈને પહોંચ્યા
Live TV
-
સોમવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વિપક્ષના આઠ સાંસદ આખી રાત ધરણાં પર બેઠા હતા. ધરણાં હજુ પણ ચાલુ જ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તેમના માટે સવારની ચા અને નાસ્તો લઈને પહોંચ્યા.
સોમવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વિપક્ષના આઠ સાંસદ આખી રાત ધરણાં પર બેઠા હતા. ધરણાં હજુ પણ ચાલુ જ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તેમના માટે સવારની ચા અને નાસ્તો લઈને પહોંચ્યા.
ઉપસભાપતિ સાથે અયોગ્ય વ્યવહાર કરવાને કારણે જ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલોના વિરોધમાં રાજયસભામાં હલ્લો કર્યો હતો. તેમણે સદનની રૂલબુક ફાડી હતી અને માઈકને તોડવાની કોશિશ પણ કરી હતી.
આ 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ડેરેક ઓ બ્રાયન- તૃણમૂલ
ડોલા સેન- તૃણમૂલ
રિપુન બોરા- કોંગ્રેસ
રાજીવ સાતવ- કોંગ્રેસ
સૈયદ નઝીર- કોંગ્રેસ
સંજય સિંહ- આપ
ઈ. કરીમ- સીપીઆઈ
કે. કે. રાગેશ- સીપીઆઈ