બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતના બે દિવસના પ્રવાસે
Live TV
-
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતના બે દિવસના પ્રવાસે
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતના બે દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શેખ હસીના રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળશે. બંને દેશો વચ્ચે ઘણા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થઇ શકે છે. બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે આ વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવા પર કેન્દ્રિત હશે. મહત્વનું છે કે ભારતની પડોશી પ્રથમ નીતિ હેઠળ બાંગ્લાદેશ મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ સહયોગ, સુરક્ષા, વ્યાપાર, વાણિજ્ય, ઉર્જા, સંપર્ક, વિજ્ઞાન, રક્ષા, તકનીકિ અને સમુદ્રીય બાબતો સુધી ફેલાયેલો છે. પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક ઉપરાંત શેખ હસીનાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ છે.
