બિશ્કેક- આજે શાંઘાઈ શિખર સંમેલનમાં PM નરેન્દ્ર મોદી આપશે હાજરી
Live TV
-
કિર્ગીસ્તાન સાથે ઊર્જા આ પૂરતી અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધવાની આશા
કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ શિખર સંમેલનમાં આજે પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે. વર્ષ 2017માં આ સંગઠનનું સભ્ય બન્યા પછીનું આ બીજું શિખર સંમેલન છે. જેમાં ભારત હાજરી આપી રહ્યું છે. આ મંચ પર ભારત પોતાના હિતોને જોતા આતંકવાદ, રક્ષા, સિવાય વિજ્ઞાન, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકશે. પ્રધાનમંત્રી મોદી કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરશે. કિર્ગીસ્તી સાથે ઊર્જા આ પૂરતી અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધવાની આશા છે. પ્રધાનમંત્રી મોદી ભારત કિર્ગીસ્તી બિઝનેસ ફોરમનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી કિર્ગીસ્તાનની બે દિવસની યાત્રાએ છે. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. જેમાં વેપાર અસંતુલન , સરહદ વિવાદ, સહિતના મુદ્દા સાથે પાકિસ્તાનનો મુદ્દો પણ ચર્યાયો હતો. શી જિનપિંગે વેપાર, ખેતી, ઉત્પાદનો જેવા કે બાસમતી ચોખા ફાર્માચ્યુટલ જેવા ભારતીય ઉત્પાદનોની આયાત અંગે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પણ વાતચીત કરી હતી.


