પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક
Live TV
-
બેઠકમાં જળપ્રબંધન, કૃષિ ક્ષેત્ર અને સુરક્ષા સહિત અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગના ગવર્નીંગ કાઉન્સીલની પાંચમી બેઠક યોજાઇ. આ બેઠકમાં જળપ્રબંધન, કૃષિ ક્ષેત્ર અને સુરક્ષા સહિત અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી.. છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસીત પ્રદેશના લેફ્ટનન્ટ ગર્વનર, ટોચના કેન્દ્રીય મંત્રીઓ અને ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની પાંચમી બેઠકમાં ભાગ લીધો.. રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલી આ બેઠકમાં , દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સહભાગી થયા હતા.. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની પણ સૌજન્ય મુલાકાત લીધી...
