Skip to main content
Settings Settings for Dark

બિહારના પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજમાં પૂરનું જોખમ, જિલ્લા પ્રશાસન હાઇ અલર્ટ પર

Live TV

X
  • નેપાળમાં ભારે વરસાદને કારણે નારાયણી નદીનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભારતની ગંડક નદીનું જળ-સ્તર વધી રહ્યું છે.

    નેપાળમાં થયેલા ભારે વરસાદને કારણે બિહારના પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજ જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે ગંડક નદીનું જળ-સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા karela અનુમાન આધારે નેપાળ અને ત્યાંનાં ઉપરવાસના વિસ્તારોમાં ગંભીર પરીસ્થિતિ સર્જાઇ શકે છે.  

    નેપાળમાં વરસાદ:

    • નેપાળમાં ભારે વરસાદને કારણે દેવઘાટ ખાતે નારાયણી નદીનું જળ સ્તર 5.71 ક્યુસેક સુધી વધી ગયું છે, જેના કારણે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
    • આ પાણી ગંડક નદીમાં પહોંચી રહ્યું છે, જેના કારણે ગંડક નદીનું જળ સ્તર પણ ખતરનાક રીતે વધી રહ્યું છે.

    ગંડક નદીમાં વધતું જળ સ્તર:

    • વધતા જળ સ્તરને કારણે પાણી વાલ્મિકી ટાઇગર રિઝર્વમાં ભરાઈ ગયું છે, જેના કારણે રહેવાસીઓ અને વન્યજીવો બંને માટે ખતરો ઊભો થયો છે.
    • પાણી બૈરાગી અને સોનબર્સા પંચાયત વિસ્તારોમાં પણ ભરાઈ ગયું છે.
    • આ ઘટનાને કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

    જળ સંસાધન વિભાગ અને જિલ્લા પ્રશાસન હાઇ એલર્ટ પર:

    • વધુ જોખમ ટાળવા માટે જળ સંસાધન વિભાગ અને જિલ્લા પ્રશાસન હાઇ એલર્ટ પર છે.
    • તટબંધોનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
    • લોકોને સાવચેત કરવા અને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    ઉત્તર બિહારમાં વધુ વરસાદની આગાહી:

    • હવામાન વિભાગ દ્વારા ઉત્તર બિહારના મધુબની, સુપૌલ, કટિહાર, કિશનગંજ અને અરરિયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આનાથી ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply