જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીને કર્યા ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીને કર્યા ઠાર
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારથી શરૂ થયેલા બે અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે અને બે જવાન શહીદ થયા છે.
પ્રથમ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના ચિન્નીગામ વિસ્તારમાં થયું હતું. આ અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે એક જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન રવિવારે સવારે ચિન્નીગામ વિસ્તારમાંથી અન્ય એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
કુલગામ જિલ્લાના મુદરગામ વિસ્તારમાં અન્ય એક એન્કાઉન્ટરમાં, પ્રારંભિક ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. હજુ સુધી એન્કાઉન્ટરમાં કોઈ આતંકવાદી માર્યા ગયા હોવાની કોઈ માહિતી નથી. રવિવારે પણ આ વિસ્તારમાં અભિયાન ચાલુ રહેશે.
