બિહારની લોકસભાની બેઠકો માટે NDAએ ઉમેદવારોની યાદી જાહેર કરી
Live TV
-
બિહારની લોકસભાની બેઠકો માટે NDAએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બિહારમાં ભાજપ જેડીયુ અને એલજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને જેડીયૂ 17-17 અને લોજપા 6 સીટ પર ચૂંટણી લડશે. પટણા ભાજપના કાર્યાલયે સંયુક્ત પ્રેસ કોન્ફન્સ દ્વારાઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
આ સમયે જેડીયૂ ભાજપ અને લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તથા ભૂપેન્દ્ર યાદવ અને સુશીલ મોદી હાજર રહ્યાં હતા. ભાજપ મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે ઉમેદવારોની યાદી રજૂ કરતા જણાવ્યું કે 2019માં લોકસભામાં એનડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં એક મજબૂત સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જાહેર કરેલી યાદી મુજબ શત્રુધ્નસિંહાની બેઠક પટણા સાહિબ પરથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ રહેશે.
તેમજ જમુઇથી લોજપાના ચિરાગ પાસવાનને ટિકિટ આપવામાં આવી છે. બેગુસરાયની બેઠક પર ભાજપના ગિરિરાજ સિંહને ટિકિટ આપવામાં આવી છે. સારણથી ભાજપના રાજી પ્રતાપ રૂડીને ટીકિટ આપવમાં આવી છે.
