જસ્ટિસ પિનાકી ઘોષે આજે દેશના પહેલા લોકપાલ તરીકે લીધા શપથ
Live TV
-
ભારતીય લોકતંત્રમાં આજે નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. જસ્ટિસ પિનાકી ઘોષે આજે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ પિનાકીને બંધારણની રક્ષા માટેના શપથ લેવડાવ્યાં હતા. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય ન્યાયાધશ રંજન ગોગઇ ઉપસ્થિત રહ્યાં હતા. જસ્ટિસ ઘોષ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યાં છે. જસ્ટિસ ધોષ હાલ રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના સભ્ય પણ છે.
