Skip to main content
Settings Settings for Dark

ભારતના પ્રથમ લોકપાલ પી.સી.ઘોષે શપથગ્રહણ કર્યા

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ

    દેશને ફાઇનલી તેના પહેલા લોકપાલ મળી ગયા છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટીસ પીનાકી ચંદ્ર ઘોષને દેશના પહેલા લોકપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા..19 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા લોકપાલ વિશે પી.સી.ઘોષના નામની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને વકીલ મુકુલ રોહિતગીની સિલેક્શન કમિટીએ પિનાકી ચંદ્ર ઘોષના નામ પર મોહર મારી હતી.જસ્ટિસ પી.સી.ઘોષને લોકપાલ નિયુક્ત કરવાની સાથે જ જ્યુડિશિયલ સભ્ય તરીકે જસ્ટિસ દિલીપ ભોંસલે, જસ્ટિસ પ્રદીપકુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષાકુમારી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી હશે..જ્યુડિશિયલ સભ્યો સાથે કમિટીમાં ચાર અન્ય સભ્યો તરીકે દિનેશ કુમાર જૈન, અર્ચના રામસુંદરમ, મહેન્દ્રસિંહ અને ડો.ઈન્દ્રજીત પ્રસાદ ગૌતમનો સમાવેશ કરવામાં આવ્યો છે..

    જસ્ટિસ પી.સી. ઘોષ વિશે?
    જસ્ટિસ પી.સી. ઘોષ ચાર વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવ્યા બાદ મેમાં નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના કેસમાં સુચક ચુકાદા પણ આપ્યા હતા.તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય રહ્યા છે. સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા  જનપ્રતિનિધિઓના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવા માટે લોકપાલ એક્ટ ઘડી કઢાયાના પાંચ વર્ષ પછી હવે લોકપાલ નિયુક્ત કરાયા છે.

    લોકપાલ કોની સામે તપાસ કરી શકે?
    વર્તમાન, પૂર્વ વડા પ્રધાનો
    વર્તમાન અને પૂર્વ કેન્દ્રીયમંત્રીઓ
    સંસદ સભ્યો
    સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ
    ૧૦ લાખથી વધુનું વિદેશી યોગદાન મેળવતી એનજીઓના કર્મચારી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply