Skip to main content
Settings Settings for Dark

બિહારમાં ચૂંટણી પ્રચાર શરુ, તમામ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા

Live TV

X
  • બિહારમાં વિધાનસભાની ચૂંટણીએ વેગ પકડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, RJDના ઉમ્મેદવાર તેજસ્વી યાદવ, બિહારના પ્રભારી દેવેન્દ્ર ફડણવિસ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર જેવા નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.

    દેશભારમાં ચૂંટણીની હવાઓ ચાલી રહી છે ત્યારે બિહારમાં ચૂંટણીએ હવે ગતિ પકડી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે રોહતાસ અને ઓરંગાબાદમાં સભાનું સંબોધન કરશે. જયારે નીતીશકુમાર, જમુઈ અને લખીસરાઈ ખાતે ચુંટણી પ્રચાર કરશે. બીજી તરફ RJD પક્ષના નેતા તેજસ્વી યાદવે પણ રાઘવપુરથી ફોર્મ ભરી પોતાની ઉમ્મેદવારી જાહેર કરી છે. ચુંટણીના ત્રીજા તબક્કા માટે ભાજપે પોતાના 35 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યું છે. હાલ સુધી દેશમાં ચુંટણીના પ્રચારો વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઇન ચાલી રહ્યા હતા. જો કે હવેથી તમામ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે અને પ્રચાર શરુ કર્યો છે. એક તરફ મુખ્યમંત્રી નીતીશકુમારે રેલીઓ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તો બીજી તરફ ભાજપની તરફથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહારના પ્રભારી દેવેન્દ્ર ફડણવિસે લોકોની વચ્ચે પહોચીને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. તો રાજ્યના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર પણ જમુઈમાં એક જનસભામાં સંબોધન બાદ ચૂંટણી પ્રચાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply