એશિયાની સૌથી લાંબી ટનલ જોજીલાની બ્લાસ્ટ સેરેમનીનું આજે આયોજન
Live TV
-
કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે એશિયાની સૌથી લાંબી ટનલ જોજીલાની બ્લાસ્ટ સેરેમનીનું આજે આયોજન થશે. 11 હજાર 578 ફૂટ ઉંચાઈ પર બની રહેલી આ ટનલ એશિયાની સૌથી લાંબી ટનલ છે, જે શ્રીનગર-લેહ હાઈવે પર બની રહી છે.
લદ્દાખમાં 11 હજાર 578 ફૂટ ઉંચાઈ પર બની રહેલી એશિયાની સૌથી લાંબી ટનલની પહેલી બ્લાસ્ટ સેરેમની આજે યોજાશે. જેનું કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે ઉદ્ઘાટન કરશે. જોજીલા નામની આ ટનલ બનવાને કારણે લદાખ આખા વર્ષ દરમિયાન જમ્મુ -કાશ્મીર સહિત દેશ સાથે જોડાયેલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં 19 મેના રોજ જોજીલા ટનલ પર કાર્ય શરૂ કરાવ્યું હતું.આ સુરંગ સામારિક દ્રષ્ટીથી ભારતીય સેના માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ટનલને કારણે સૈન્ય પક્ષોની સમગ્ર વર્ષ દરમ્યાન પરિવહન થઈ શકશે. ટનલના નિર્માણ માટે 6 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 14.15 કિલોમીટર લાંબી આ જોજીલા સુરંગ ભારતની સૌથી લાંબી રોડ ટનલ તથા એશિયાની સૌથી લાંબી બે દિશાવાળી સુરંગ છે. આ પરિયોજના લદ્દાખના લોકોને દરેક ઋતુમાં દેશ સાથે બધી જ રીતે જોડાયેલા રહેવાના વાયદાને પૂર્ણ કરશે.
