સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે 520 કરોડનું પેકેજ જાહેર
Live TV
-
વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા મિશનનો અવકાશ વધારવા માટે 520 કરોડના પેકેજની ઘોષણા કરવામાં આવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિન દયાલ અંત્યોદય-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં ભાગીદારી વધારવાના હેતુથી, આ યોજનાની ફાળવણી ગરીબીના ગુણોત્તર સાથે ના જોડી ને, માંગના આધારે ચલાવવામાં આવે. આ માટે, ગ્રામીણ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે 520 કરોડનું વિશેષ પેકેજ મંજૂર કરવામાં આવ્યું, જે 5 વર્ષ માટે રહેશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રહેતા બે તૃતીયાંશ લોકો આ યોજનામાં જોડાશે અને લગભગ 10,58,000 પરિવારો આ યોજનાનો લાભ મેળવશે.
