બિહારમાં પુરનો પ્રકોપ યથાવત, 16 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત
Live TV
-
રાજ્યના અનેક વિસ્તારોમાં ગંગા નદી પોતાની ભયજનક સપાટી કરતા ઉપર વહી રહી છે
બિહારમાં પુરનો પ્રકોપ યથાવત છે.. રાજ્યના 16 જિલ્લાની 81 લાખથી વધુની વસ્તી પુરની પરિસ્થિતિનો સામનો કરી રહી છે.. બિહારમાં ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે. અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગંગા નદી પોતાની ભયજનક સપાટી કરતા ઉપર વહી રહી છે.. અનેક અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાત કરીએ રાજધાની દિલ્હીની તો, દિલ્હી સહિત એનસીઆર વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના કારણે દિલ્હી સહિત નોઈડા અને ગુરૂગ્રામ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.. ખાસ કરીને રોડ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી.. છેલ્લાં 36 કલાકમાં દિલ્હી અને એનસીઆરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે..
