Skip to main content
Settings Settings for Dark

બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર, મુખ્યપ્રધાને બીજા દિવસે પણ કર્યુ નિરીક્ષણ

Live TV

X
  • બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સતત બીજા દિવસે પૂરથી પ્રભાવિત વિસ્તારોનુ્ં નિરીક્ષણ કર્યુ હતું. રાજ્યના નવ જિલ્લાના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 18 લાખ લોકો પ્રભાવિત થયા છે.

    બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સતત બીજા દિવસે પૂરથી પ્રભાવિત વિસ્તારોનુ્ં નિરીક્ષણ કર્યુ હતું.  રાજ્યના નવ જિલ્લાના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 18 લાખ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેમાં લગભગ 11 લાખ લોકોને પુરની સ્થિતિથી અસર થઈ છે. જિલ્લાની બધી જ શાળાઓ 20 જુલાઈ સુધી બંધ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે રાજ્યમાં બાઘમતી, મહાનંદા જેવી નદીઓ, ભયજનક સપાટી વટાવી ચૂકી છે. તો હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશકુમારે અધિકારીઓ સાથે બેઠક યોજી પટનામાં પુરની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે રાહત અને બચાવ કાર્યોને લઈને સૂચનાઓ બહાર પાડી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply