કર્ણાટકમાં આવ્યો નવો વળાંક, કુમારાસ્વામી સરકાર ગુરુવારે કરશે શક્તિ પરિક્ષણનો સામનો
Live TV
-
કર્ણાટક કૉંગ્રેસના વધુ પાંચ બળવાખોર ધારાસભ્યોએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી છે, કે તે તેમનાં રાજીનામાં સ્વીકારવા વિધાનસભા અધ્યક્ષને નિર્દેશ આપે. આ અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયમાં આજે સુનાવણી હાથ ધરાશે.
કર્ણાટક કૉંગ્રેસના વધુ પાંચ બળવાખોર ધારાસભ્યોએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી છે, કે તે તેમનાં રાજીનામાં સ્વીકારવા વિધાનસભા અધ્યક્ષને નિર્દેશ આપે. આ અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયમાં આજે સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં એક બૅન્ચે વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ, બળવાખોર ધારાસભ્યો વતી કરેલીએ રજૂઆતની નોંધ લીધી હતી, કે તેમને પણ અનિર્ણિત અરજીમાં સમાવવામાં આવે. ઉલ્લેખનીય છે, કે કર્ણાટકમાં શાસક યુતિના દસથી વધુ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ, સરકાર સંકટમાં છે. તેમજ કુમાર સ્વામી સરકાર ગુરુવારે શક્તિ પરિક્ષણનો સામનો કરશે.
