લોકસભામાં NIA સુધારા બિલ થયું પસાર, ભારત બહાર ભારતીયો પર થયેલા આતંકી હુમલાની પણ તપાસ કરી શકશે NIA
Live TV
-
લોકસભામાં મોટર વાહન સુધારા બિલ, સરોગસી નિયમન બિલ અને NIA સુધારા બિલને ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી એનઆઇએ સુધારા બિલ પાસ કરવામાં આવ્યું હતું.
લોકસભામાં મોટર વાહન સુધારા બિલ, સરોગસી નિયમન બિલ અને NIA સુધારા બિલને ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી એનઆઇએ સુધારા બિલ પાસ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે એનઆઇએ બિલ અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું, સરકાર આ કાનૂનનો દુરઉપયોગ નહીં થવા દે. ગૃહમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું, કે પોટા કાનૂન આતંકવાદ સામે રક્ષણ માટે હતો. પરંતુ વોટ બેંક બનાવવા માટે પોટા કાનૂનને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તેમણે પોટાને પાછો લેવાને એક રાજનૈતિક પગલું ગણાવ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું, કે એનઆઇએ મામલે સદને એકસાથે રહીને, આવા ગંભીર મુદ્દાઓ પર રાજનીતિ કરવી જોઈએ નહીં. તો લોકસભામાં, મોટર વાહન સંશોધન બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું, કે આ બિલ પસાર થતાં રોડ અકસ્માતમાં લોકોનાં જીવ બચાવવા માટે મદદ મળશે. તેમણે જણાવ્યું હતું, કે આ બિલ ગત લોકસભામાં પસાર થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નહોતું.
