લોકસભામાં NIA સંશોધન ખરડો પસાર
Live TV
-
લોકસભામાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે.લોકસભામાં આજે મોટર વાહન સંશોધન બિલ, સરોગસી નિયમન બિલ અને NIA સંશોધન બિલને ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે એનઆઇએ બિલ અંગે કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પોટાને રિપીટ કરવો યોગ્ય નહોતો. 2004થી 2008 સુધી આતંકવાદ વધ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આ કાનૂનનો દુરઉપયોગ કરવા નથી માગતી. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટર વાહન સંશોધન બિલને લોકસભાના પટલ પર મુક્યું હતું.તો આ ત્રણેય બિલને રાજ્યસભામાં પણ ચર્ચા માટે મુકવામાં આવશે. બન્ને ગૃહમાં ચર્ચા બાદ આ બિલ પારિત થશે.હાલ આ ત્રણેય બિલ પર ગૃહમાં ચર્ચા ચાલી રહી છે.સરોગસી બિલમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને રાજ્યના સરોગસી બોર્ડની સ્થાપનાની જોગવાઈ સામેલ છે.આ સાથે આ બિલમાં સરોગસીની પદ્ધતિ અને પ્રક્રિયાના નિયમન માટે અધિકારીઓની નિમણૂંક જેવી જોગવાઈઓ પણ સામેલ છે.
