ઉ.બિહાર,પ.બંગાળ અને આસામમાં ભારે વરસાદ
Live TV
-
બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની
બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાજ્યના નવ જિલ્લાના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 18 લાખ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેમાં લગભગ 11 લાખ લોકોને પુરની સ્થિતિથી અસર થઈ છે. જિલ્લાની બધી જ શાળાઓ 20 જુલાઈ સુધી બંધ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે રાજ્યમાં બાઘમતી, મહાનંદા જેવી નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. તો હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશકુમારે ગઇકાલે અધિકારીઓ સાથે બેઠક યોજી પટનામાં પુરની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે રાહત અને બચાવ કાર્યોને લઈને સૂચનાઓ બહાર પાડી છે.
તો બીજી તરફ આસામમાં પણ સતત પડી રહેલા વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કેટલાય સ્થળે રસ્તાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે 50 હજાર હેક્ટરથી વધુ ક્ષેત્રમાં પાકને નુકસાન થયું છે. રાજ્યના 28 જિલ્લાઓમાં આવેલા પુરના કારણે 26 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પીડિતો માટે 56 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. રાજ્યસરકારે 300થી વધુ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. જેમાં 16 હજારથી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. પુરના કારણે 10 લોકોના મોત થયા છે. સેનાના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે પહોંચી ચૂક્યા છે.
