બિહારમાં પૂરને કારણે 80 લોકોના મોત
Live TV
-
14 જિલ્લામાં 22 લાખથી વધુ લોકો પ્રભાવિત. NDRF અને SDRF ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ.
બિહારમાં ભારે વરસાદ અને પૂરના પગલે લોકોની સ્થિતિ અત્યંત ખરાબ યથાવત રહી છે. પૂર અને વરસાદની ઘટનાઓમાં મૃત્યુઆક વધીને 80 થઈ છે. રાજ્યમાં ગંગા સહિત, સોન, પૂન પૂન, બુહરી ગંડક, બાગ મતી, અધ બારા, સમૂહ, કોષી, મહા નંદા ,અને પરમા નદીનું જળસ્તર વધી જવાથી અહી પૂરની સ્થિતિ છે. આ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પટનામા , પૂન પૂન નદીનું જળસ્તર ઘટવા લાગ્યું છે.
હજુ પણ 14 જિલ્લાના 22 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ,NDRF અને SDRF ની ટૂકડીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. પૂર પીડિતોની સહાય માટે 56 રાહત શિબિર અને 366 સામૂહિક રસોડાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસોમાં વધારો થયો છે. પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 775 ડેન્ગ્યુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં ડેન્ગ્યુના 170 નવા દર્દીઓ દાખલ થયા છે. રાજ્ય સરકારે ડેન્ગ્યુના દર્દીની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરી છે. તે માટે હોસ્પિટલમાં વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યા છે.