મુંબઈ - સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ છેદન પર લગાવી રોક
Live TV
-
આ વિસ્તાર ઈકો સેન્સેટિવ ઝોન હતો કે નહી? - સુપ્રીમ કોર્ટ
મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષોના નિકંદન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી..આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ છેદન પર રોક લગાવી દીધી છે..જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યુ કે મને જણાવો કે આ વિસ્તાર ઈકો સેન્સેટિવ ઝોન હતો કે નહી? જે જાણકારી મળી છે તે પ્રમાણે આ એક નો ડેવલપમેન્ટ ઝોન હતો નહી કે ઈકો સેન્સેટીવ ઝોન..કોર્ટને દસ્તાવેજો બતાવવામાં આવે..સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચે મહત્વપૂર્ણ આદેશ આપતા હવે વૃક્ષોનું છેદન નહી કરવામાં આવે..કોર્ટે કહ્યુ કે આ મામલે જે લોકોની અટકાયત કરવામાં આવી હોય કે ધરપકડ કરાઈ હોય તેમને છોડી મૂકવામાં આવે..આ અંગેની વધુ સુનાવણી 21 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે..મહારાષ્ટ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને આશ્વાસન આપ્યુ કે હવે પછી કોઈ વૃક્ષ નહી કાપવામાં આવે..સુપ્રીમ કોર્ટે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતા મહારાષ્ટ્ર સરકારને વૃક્ષોના નિકંદન કરવા પર રોક લગાવી અને આગામી સુનાવણી સુધી તે સ્થળે યથાસ્થિતિ બહાલ રાખવાના આદેશ આપ્યા..
આ નિર્ણય વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્ર પછી આવ્યો છે.મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું છે કે, વૃક્ષોને કાપવાના વિરોધમાં લખાયેલા પત્રમાં તેને પીઆઈએલ ગણાવી સુનાવણી કરવા જણાવ્યું હતુ.છેલ્લા ઘણા દિવસોથી પર્યાવરણવિદ અને કાર્યકરો મેટ્રો શેડ માટે સેંકડો વૃક્ષોના કાપવાના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ઝાડ કાપવાના મુંબઈ પાલિકાના આદેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે.