બિહાર-ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ
Live TV
-
બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા 50 લોકોના મોત, રાહતકાર્ય ચાલુ
બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે દિવસોથી થઈ રહેલ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મૂશળાધાર વરસાદના પગલે પટણા, ભાગલપુર, નવગછિયા, કહલગાંવ, ખગડિયા, કટિહાર અને મુંગેર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘણી નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વધી ગયું છે, જેમાં ગંગા, બાગમતી, ગંડક, કમલાબાલન નદીઓ સામેલ છે.
નદીઓમાં વધી રહેલ પાણીની સપાટીના કારણે વાહનવ્યવહાર અને રેલવે પણ પ્રભાવિત થયા છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે તાત્કાલિક બેઠક કરી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિ સામે એલર્ટ રહેવાના આદેશ પણ આપ્યા છે. ઉપરાંત હવામાન વિભાગે ગોપાલગંજ, પુર્ણિયા, કટિહાર. બક્સર સહિત 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ આપી છે.
