રક્ષામંત્રીએ INS વિક્રમાદિત્યનું નિરીક્ષણ કરી નૌસૈનિકો સાથે કર્યો યોગાભ્યાસ
Live TV
-
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આઈએનએસ વિક્રમાદિત્યનું નિરીક્ષણ કર્યું હતું. રવિવારે ગોવામાં આઈએનએસ વિક્રમાદિત્ય પર રક્ષામંત્રીએ સુરક્ષાકર્મીઓ સાથે યોગનો અભ્યાસ પણ કર્યો હતો. આ દરમ્યાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત 26/11 ના હુમલાને ક્યારેય ભૂલી શકશે નહીં.
યોગ અભ્યાસમાં રક્ષામંત્રી સહિત નૌ સૈનિકોએ પણ ભાગ લીધો હતો. રક્ષામંત્રી ગોવામાં અરબ સાગરમાં વિમાન વાહક વિક્રમાદિત્ય પર આખો દિવસ પસાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આઈએનએસ વિક્રમાદિત્ય ભારતનું સૌથી મોટું મોટુ જહાજ છે. આ વિક્રમાદિત્યમાં રન વે પણ બનેલો છે.
