USની ઐતિહાસિક યાત્રાથી પરત ફરેલ PM નરેન્દ્ર મોદીનું ભારતમાં ભવ્ય સ્વાગત
Live TV
-
અમેરિકાના ઐતિહાસિક પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થયું ભવ્ય સ્વાગત - કહ્યું 130 કરોડ ભારતીયોના જોશ અને ઉત્સાહના કારણે વૈશ્વિક ફલક પર ભારતની થઈ પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના સાત દિવસના પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા છે. પ્રધાનમંત્રી સ્વદેશ પાછા ફરતાં હજારો લોકોએ પાલમ વિમાનીમથકે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પોતાની સફળ યાત્રાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વીતેલા પાંચ વર્ષમાં વિશ્વની નજરમાં ભારતનું માન સન્માન વધ્યું છે.
દેશના લોકોના અપાર જનસમર્થનને કારણે જ આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીએ સ્વાગત કરવા ઉમટેલા લોકોને સંબોધતાં 28 સપ્ટેમ્બરના રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલાં સૈન્યની વીરતાએ દેશની આન, બાન અને શાનમાં વધારો કર્યો હતો.
