બિહાર ચૂંટણી: ભાજપ આજે પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરશે
Live TV
-
ભારતીય જનતા પાર્ટી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરશે. આ દરમિયાન બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિતના અન્ય ભાજપના ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન બરાબર એક અઠવાડિયા પછી, 28 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આજે પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરશે. આ દરમિયાન બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિતના અન્ય ભાજપના ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. એનડીએના મહત્વપૂર્ણ ઘટક, જનતા દળ યુનાઇટેડ દ્વારા પહેલા જ સાત નિર્ણયો ભાગ -2 દ્વારા પોતાનો મેનીફેસ્ટો જાહેર કરી ચૂકી છે.
ત્યારે, મહાગઠબંધન દ્વારા પણ થોડા સમય પહેલા સંયુક્ત ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. આ પછી, લોક જન શક્તિ પાર્ટી (એલજેપી)એ વિઝન ડોક્યુમેન્ટ અને કોંગ્રેસે તેના બદલાવ પત્રની ઘોષણા કરી. ગુરુવારે ભાજપના અનેક રાષ્ટ્રીય અને રાજ્ય નેતાઓ તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી અને રઘુવર દાસનો સમાવેશ થાય છે.