ભારતમાં લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્ર ન્યાયતંત્રના આધાર પર છે: MEA
Live TV
-
ફોરેઇન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ને લગતા મુદ્દા પર માનવ અધિકારને લઈને યુનાઈટેડ નેશન્સના હાઇ કમિશનરની ટિપ્પણી પર ભારતે કડક પ્રતિક્રિયા આપી હતી.
યુનાઈટેડ નેશન્સના હાઇ કમિશનરની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતમાં લોકશાહી કાયદાના શાસન અને સ્વતંત્ર ન્યાયતંત્રના આધારે છે. કાયદાઓનું નિર્માણ દેખીતી રીતે એક પ્રભુસત્તા પ્રધાન છે. કાયદાના ઉલ્લંઘનને માનવ અધિકારના બહાના હેઠળ માફ કરી શકાતા નથી. તેમને ઉમેર્યું કે યુએન પાસેથી આ મુદ્દા પર વધારે માહિતગાર દ્રષ્ટિકોણની અપેક્ષા હતી.
અગાઉ, યુએનનાં માનવ અધિકાર હાઈ કમિશનર મિશેલ બેચેલેટે કહ્યું હતું કે અસ્પષ્ટરૂપે વ્યાખ્યાયિત કાયદાઓ અસંમતિજનક અવાજોને ઝડપથી અટકાવવા માટે વધુને ઉપયોગમાં લેવામાં આવે છે. મિશેલ બેચેલેટે ભારતમાં નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન માટે વિદેશથી આવતા ફંડ પરના પ્રતિબંધો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.