કેન્દ્રીય કેબિનેટે નોન ગેઝેટેડ કર્મચારીઓને બોનસ પેટે 3 હજાર 737 કરોડ રૂપિયાનું બોનસ આપવાની કરી જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ 1989ને લાગુ કરવા મંજૂરી આપી છે. પ્રકાશ જાવડેકરે આ અંગે જણાવ્યુ હતુ કે, તેનાથી જમ્મુ કાશ્મીરમાં વિકાસ યોજના બનાવવા માટે મદદ મળશે. સાથે જ કેન્દ્રીય કેબિનેટે નોન ગેઝેટેડ કર્મચારીઓને બોનસ પેટે 3 હજાર 737 કરોડ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી.