બિહાર-લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપના યોજાયા લગ્ન, અનેક રાજકીય હસ્તીઓ જોડાઈ
Live TV
-
નીતીશ કુમાર, અખિલેશ યાદવ સહિત દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા
પટના - રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્નમાં અનેક નામચીન હસ્તિઓ પણ આવી હતી, જેમાં રાજનેતાઓ શામેલ થયા હતા.
જોકે લગ્ન સમારોહમાં એકઠા થનાર હજારો લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જયમાલા કાર્યક્રમના થોડા સમય બાદ ભીડે ઘેરો તોડી દીધો અને ખાવાની વસ્તુઓ લૂંટવા લાગ્યા. આ લોકો સંભવત: આરજેડી સમર્થક હતા. જોત જોતામાં જ સમગ્ર વિસ્તારમાં તૂટેલી ક્રોકરી, ટેબલ અને ખુરશી વેર-વિખેર કરી દીધી.આ લગ્ન દરમિયાન મંચનો એક ભાગ પણ તૂટી ગયો હતો. વધારે લોકો ચઢી જતા મંચ તૂટી ગયો હતો