બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં, પ્રધાનમંત્રી મોદી આજે ત્રણ રેલીઓનું સંબોધન કરશે
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કરવાના છે.
ગઇકાલે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું
તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બિહારના હિસુઆ અને ભાગલપુરના કહલગામમાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ગઇકાલે ભાજપે પણ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું.
બિહારના લોકોને વેક્સીન મફત આપવાની વાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 સૂત્ર, 1 લક્ષ્ય અને 11 સંકલ્પનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને બિહારને IT હબ બનાવવા, 1 લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગ સહીત કુલ ૧૯ લાખ લોકોને નોકરી આપવી, ૧ વર્ષમાં ૩ લાખ નવા શિક્ષકોની ભરતી, કઠોળની ખરીદી પણ MSP દ્વારા, દરભંગામાં ૨૦૨૪ સુધી એઈમ્સનું નિર્માણ કરવાના વાયદા કર્યા છે. ઉપરાંત કોરોનાને પણ ઘોષણાપત્રમાં સામેલ કરીને બિહારના લોકોને વેક્સીન મફત આપવાની વાત કરી હતી.