બીજાપુરમાં નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા, અથડામણ માં છ ઠાર
Live TV
-
છત્તીસગઢના બીજાપુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં જવાનોએ, એક મહિલા નક્સલવાદી સહિત છ નક્સલવાદીઓને, ઠાર કર્યા છે. જવાનો દ્વારા નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવ અને બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી એ, આ વાતની પુષ્ટિ કરી છે. બુધવારે સવારે 8 વાગ્યે શરૂ થયેલ અથડામણનો અંત આવ્યો છે. હવે આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.
આઈજી સુંદરરાજ પી એ કહ્યું, " બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચિકુરભટ્ટી અને પુસાબકા ગામના સુરક્ષા કર્મચારીઓની, સંયુક્ત ટીમ, જંગલોમાં નક્સલ વિરોધી અભિયાન પર ગઈ હતી. આ દરમિયાન ડીઆરજી, સીઆરપીએફ અને કોબ્રાના જવાનોની સંયુક્ત ટીમ પ્લાટુન સાથે હતી. નક્સલીઓની પ્લાટુન નંબર 10 સાથે અથડામણ થઇ હતી. અથડામણ દરમિયાન જવાનોએ છ નક્સલીઓને ઠાર કર્યા. ફાયરિંગ બંધ થયા બાદ ઘટનાસ્થળેથી એક મહિલા સહિત છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, નક્સલવાદીઓ દ્વારા હોળીના દિવસે બાસાગુડામાં ત્રણ ગ્રામજનોની હત્યા કરવામાં આવી હતી.