પાંચ દેશોના રાજદૂતોએ, રાષ્ટ્રપતિને પોતાના પરિચય પત્ર રજૂ કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, બેલારુસ, કેન્યા અને જ્યોર્જિયાના રાજદૂતો અને ઉચ્ચ કમિશનરોના પરિચય પત્રો સ્વીકાર્યા.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુને તેમના પરિચય પત્ર રજૂ કરનારાઓમાં ફિલિપાઈન્સના રાજદૂત જોસેલ ફ્રાન્સિસ્કો ઈગ્નાસિયો, ઉઝબેકિસ્તાનના રાજદૂત સરદાર રુસ્તમ્બેવ, બેલારુસના રાજદૂત મિખાઈલ કાસ્કો, કેન્યાના હાઈ કમિશનર પીટર મૈના મુનિરી અને જ્યોર્જિયાના રાજદૂત વખ્તંગ જોશવિલી નો સમાવેશ થાય છે.