બીજા તબક્કાના મતદાન અર્થે 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડ્યું
Live TV
-
ચૂંટણી પંચે આજે બીજા તબક્કાના મતદાન માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું. બીજા તબક્કામાં 26 માર્ચ સુધી ઉમેદવારીપત્ર દાખલ કરી શકાશે. પ્રથમની જેમ બીજા ચરણમાં પણ ઉમેદવારીપત્ર દાખલ કરવા ચાર દિવસ મળશે. 20 અને 21 માર્ચે જાહેર રજા હોવાથી ઉમેદવારીપત્ર નહીં ભરી શકાય.
તે ઉપરાંત 23 અને 24 માર્ચે પણ રજાઓ હોવાથી ઉમેદવારીપત્રો દાખલ નહીં થઈ શકે. આ બેઠકો માટે 27 માર્ચે ઉમેવારીપત્રોની ચકાસણી થશે અને 29 માર્ચ સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. પ્રથમ ચરણની બેઠકો માટે ઉમેદવારીપત્રો દાખલ કરવાનો આજે બીજો દિવસ છે. 91 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થશે. આ બેઠકો માટે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે.
