બુખારીની અંતિમક્રિયામાં લોકો જોડાયા, તપાસ SITને સોંપવામાં આવી
Live TV
-
રાજનાથ સિંહે ટ્વીટમાં જણાવ્યું હતું, કે રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા એક કાવતરાપૂર્ણ કૃત્ય છે.
રાઈઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની આજે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતાં. ગઈકાલે અજાણ્યા બંદૂકધારીઓએ સુજાત બુખારીની હત્યા કરી હતી. તેમની હત્યા તેમની ઑફિસની બહાર જ થઈ હતી. આ હુમલામાં તેમના પીએસઓનું પણ મોત થયું છે.
ઇફ્તાર પાર્ટી માટે તેઓ તેમની ઑફિસમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે તેમના પર પ્રેસ કોલોનીમાં હુમલો કરાયો હતો. હુમલા પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે તેમની હત્યાની તપાસ SITને સોંપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઘટનાની સખત નિંદા કરી છે. પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથ સિંહે ટ્વીટમાં જણાવ્યું હતું, કે રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા એક કાયરતાપૂર્ણ કૃત્ય છે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્ય વર્ધનસિંહ રાઠોડે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સુજાત બુખારીની હત્યાથી હું દુઃખ છું. ઇદ પહેલા આંતકનો ખૂંખાર
ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. આ પ્રકારની હિંસાની હું કડક શબ્દોમાં નિંદા કરૂ છું અને સુજાત બુખારીના આત્મને શાંતિ મળે તેવી પ્રાર્થના કરૂ છું. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ પણ ટ્વીટ કરીને ઘટનાને અંગે દુ:ખ વ્યક્ત કરતાં આતંકી કૃત્ય પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે અને પીડિત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
