દેશભરમાં રમજાન ઇદની ઉજવણી, પીએમે પાઠવી ઇદની શુભકામના
Live TV
-
દેશભરમાં આજે ઇદનો પવિત્ર તહેવાર ઉજવાયો. શુક્રવારે સાંજે લગભગ 7.35 કલાકે ચંદ્ર દેખાતા, શનિવારે કરાઇ ઇદની ઉજવણી..
આજે દેશભરમાં રમજાન ઇદ મનાવાઈ રહી છે. રમજાન મહિનો પૂર્ણ થવાની સાથે હર્ષોઉલ્લાસ સાથે ઇદ મનાવાઈ રહી છે. મસ્જીદ અને દરગાહમાં વિશેષ નમાજના કાર્યક્રમ યોજાઈ રહયાં છે. દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો એકબીજાને મળીને ઇદની શુભકામના પાઠવી રહ્યાં છે. રમજાન ઇદના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ, મુસ્લિમ બિરાદરોને ઇદની શુભકામના પાઠવી છે. ડીડી ન્યુઝે પણ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભકામના પાઠવી છે.
