બેનિનની સંસદને સંબોધશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Live TV
-
પશ્ચિમ આફિક્રાના ત્રણ દેશોના પ્રવાસે છે રાષ્ટ્રપતિ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પશ્ચિમ આફ્રિકાના ત્રણ દેશ બેનિન ગામ્બીયા અને ગીનીના સાત દિવસીય પ્રવાસે ગયા છે. તેઓ પ્રથમ ચરણમાં આજે બેનિનના રાષ્ટ્રપતિ પેટ્રીટ સ્ટાલોન સાથે પ્રતિનિધિસ્તરની બેઠક યોજશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ બેનિન સંસદને સંબોધન કરશે. સાથે સાથે તેઓ ભારતીય સમૂદાય સાથે પણ વાતચીત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ 30 જુલાઈના રોજ ગામ્બીયા પહોંચશે. ત્યાં તેઓ તેમના સમકક્ષ આદાબાબારો સાથે વાતચીત કરશે. તેઓ ગીનીમા ભારતીય સમુદાય તરફથી આયોજીત એક સમારોહમાં સામેલ થશે.
