કર્ણાટક વિધાનસભામાં આજે શક્તિ પરીક્ષણ: CM યેદિયુરપ્પાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Live TV
-
કર્ણાટકમાં ભાજપા સરકાર આજે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરશે. મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કે તેમની સરકાર વિધાનસભામાં બહુમત પ્રાપ્ત કરશે. કેમ કે, તેમની પાસે 105 સભ્યો છે. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિધાનસભા બેઠકો બોલાવવાનો અનુરોધ કર્યો છે. પ્રથમ યેદીયુરપ્પા દ્વારા રજૂ વિશ્વાસ મત ઉપર ગૃહમાં વિચારણા કરાશે ત્યારબાદ નાણાં વિધેયક ઉપર વિચાર અને ચર્ચા કરી તેને બહાલી અપાશે. આ મહિનાના અંત સુધીમાં જો નાણાં બીલ પસાર ન થયું તો સરકારી વિભાગોને નાણાં મળવાનું અસંભવ બનશે. મંગળવારે કોંગ્રેસ-જેડીએસ સરકાર દ્વારા વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવ્યા બાદ શુક્રવારે રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી તરીકે બી.એસ. યદીયુરપ્પાને શપથ લેવડાવ્યા હતા. તેમણે ચોથીવાર પ્રદેશના મુખ્યમંત્રી રૂપે જવાબદારી સંભાળી છે. 14 ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે દળ-બદલ કાયદા અનુસાર અયોગ્ય જાહેર કર્યા બાદ હવે 208 સભ્યોવાળી વિધાનસભામાં બહુમતી માટે 105 સભ્યોની જરૂરિયાત છે. એક અપક્ષે ભાજપને સમર્થન આપ્યું છે. જ્યારે બીએસપીના એક યોગ્ય ધારાસભ્યએ આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. દરમિયાન કોંગ્રેસની પણ આજે બેઠક થશે. જેમાં રણનીતિ નક્કી થશે.
