કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં 292 જેટલી યોજનાઓનો શિલાન્યાસ કર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે રૂપિયા 65 હજાર કરોડના રોકાણની 292 જેટલી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ વિકાસલક્ષી યોજનાઓથી ઉત્તર પ્રદેશમાં રોજગાર અને આર્થિક વિકાસની અનેક તકો ઉભરી આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે રૂપિયા 65 હજાર કરોડના રોકાણની 292 જેટલી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ વિકાસલક્ષી યોજનાઓથી ઉત્તર પ્રદેશમાં રોજગાર અને આર્થિક વિકાસની અનેક તકો ઉભરી આવશે. આ સાથે રોકાણકારોને ગૃહમંત્રી અમિત શાહે વચન આપ્યું છે કે આગામી પાંચ વર્ષમાં તેમની સરકાર રોડ, વિજળી, કૃષિ, ડેરી અને પ્રવાસન જેવા વિષયો પર કામ કરી રાજ્યને નવી વિકાસની ઉડાન આપશે. યુપી ઈન્વેસ્ટર સમિટમાં અમિત શાહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ પાંચ વર્ષમાં વિશ્વબેંકના રેન્કીંગમાં 142માં સ્થાનેથી 77મા સ્થાન આવી ગયું છે. આ સંદર્ભે તેમણે યોગી સરકારની પ્રશંસા કરી હતી
