કર્ણાટક વિધાનસભાના સ્પીકરે 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કર્યા જાહેર
Live TV
-
કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશકુમારે એક મહત્વનો નિર્ણય લેતાં આજે કુલ 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશકુમારે એક મહત્વનો નિર્ણય લેતાં આજે કુલ 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશકુમારે વિધાનસભાનો કાર્યકાળ પુરો થાય તે પહેલા 14 જેટલા ધારાસભ્યોને તાત્કાલીક ધોરણે અયોગ્ય જાહેર કર્યા હતા. આ પૂર્વે 3 અન્ય ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આમ કુલ 17 જેટલા ધારાસભ્યો અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે. વિધાનસભામાં ગત સપ્તાહે કોંગ્રેસ જેડીએસની સરકાર વિશ્વાસમત મેળવી શકી ન હતી. ત્યારબાદ બીજેપીના વિધાનસભાના નેતા યેદિયુરપ્પાએ સરકાર રચવાનો દાવો કર્યો હતો. અને રાજ્યપાલ વજુભાઈવાળાએ ચોથીવાર તેઓને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ પણ આવતીકાલે એટલે સોમવારના રોજ ગૃહમાં વિશ્વાસ મત સાબિત કરવાનો છે. વિધાનસભા અધ્યક્ષે વિશ્વાસ મત વખતે ગૃહના તમામ ધારાસભ્યોને હાજર રહેવા આગ્રહ કર્યો છે.
