બેલેટથી ચૂંટણીના મામલે કોઇ અવરોધ નથી: SC
Live TV
-
કોંગ્રેસ ઈચ્છે તો ઈલેક્શન પિટીશન દાખલ કરી શકે: SC
બેલેટથી ચૂંટણી કરાવાના મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કોર્ટ આ મામલે કોઈ દખલ કરવા માંગતી નથી. ચૂંટણીપંચે સુપ્રિમમાં કહ્યું કે, આ જે અરજી કરાઈ છે તે આર્ટીકલ 32 પ્રમાણે મૌલિક અધિકારોની સુરક્ષા માટે હોય છે. જ્યારે ચૂંટણી લડવાનો અધિકાર તે મૌલિક નથી. પરંતુ તે કાયદાકીય અવૈધાનિક અધિકાર છે. જેના માટે હાઈકોર્ટમાં જવું જોઈએ. સુપ્રિમ કોર્ટમાં આ રીતે આર્ટીકલ 32 પર અરજી દાખલ કરી શકાય નહી.જો કે કોર્ટે કોંગ્રેસને અનુમતિ આપતા કહ્યું છે કે, તે ઈચ્છે તો ઈલેક્શન પિટીશન દાખલ કરી શકે છે, અને આ ચૂંટણીને પડકાર આપી શકે છે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી 5 જુલાઈના રોજ યોજાનારી આ રાજ્યસભાની બન્ને બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે.
