Skip to main content
Settings Settings for Dark

બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં 11મા બ્રિક્સ સમેલન બાદ પ્રધાનમંત્રી સ્વદેશ રવાના

Live TV

X
  • પ્રધાનમંત્રીએ બ્રિક્સને વધુ મજબૂત કરવા પર મૂક્યો ભાર-આતંકવાદ મામલે સુરક્ષા, વેપાર સહયોગ મામલે રોડ મેપ બનાવવા પર મૂક્યો ભાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજધાની બ્રાસિલીયામાં 11મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લઈ સ્વદેશ પરત ફરવા માટે રવાના થઈ ગયા છે.સંમેલનના પૂર્ણ સત્રમાં PM મોદીએ બ્રિક્સને વધુ મજબૂત કરવા પર ભાર આપ્યો હતો.તો પીએમ મોદીએ પોતાની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન વેપાર અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ મુદ્દો પર તેમની સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ વેપારિક મંચને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આંતર ઇન્ટ્રા બ્રિક્સ વેપારને સરળ બનાવવાથી પરસ્પર વેપાર અને રોકાણ વધારે વધશે. પીએમ મોદીએ બ્રિક્સ વેપારિક મંચથી તકનો પુરો લાભ ઉઠાવવા માટે જરુરી બિઝનેસ પહેલુઓનો અધ્યયન કરવાનો અનુરોધ કર્યો હતો. તો સાથે પ્રધાનમંત્રીએ જ બ્રિક્સના સભ્ય દેશોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં અપનાવેલા સુધારાના કારણે ભારત દુનિયાની સૌથી ખુલ્લી અને રોકણને અનુકુળ અર્થવ્યવસ્થા છે.

    11માં બ્રિક્સ શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ચીન, બ્રાઝિલ અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પોતાના દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન વેપાર અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ મુદ્દો પર તેમની સાથે ચર્ચા કરી હતી.24 કલાકની લાંબી યાત્રા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની ધરતી ઉપર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યાના થોડાક કલાકો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ ઔપચારિક કાર્યક્રમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાતનો રહ્યો હતો. 11માં બ્રિક્સ શિખર સંમેલનની સાથે આ મુલાકાત આ વર્ષની ચોથી મુલાકાત છે. મુલાકાત દરમિયાન ગ્લાડીમોસ્કોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પછી સ્થાપિત દ્વપિક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રક્ષા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રીની રશિયાની યાત્રાનો વિશેષ રુપથી ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આગામી વર્ષે રશિયામાં આયોજીત થનારા વિજય સમારોહમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. જેનો પીએમે સહર્ષતાથી સ્વિકાર કરી લીધો હતો.બંને નેતાઓએ 2025 સુધી 25 અરબ અમેરિકન ડોલરના દ્વિપક્ષીય વેપારના લક્ષ્યાંકને પહેલા જ મેળવી લેવા પર સંતોષ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેલ અને પ્રાકૃતિક ગેસના આયાત પર પ્રગતિ અને સ્થિરતાનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને આર્કટિક ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસની ક્ષમતાનો ઉલ્લેખ કરીને ભારતને ત્યાં નિવેશ માટે આમંત્રણ પાઠવ્યું છે. મુલાકાત દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશેષ કરીને રેલવેના ક્ષેત્રમાં થયેલ કામ પર ચર્ચા થઈ હતી. નાગપુર-સિકંદરાબાદ રેલવે લાઇનની સમીક્ષા કરવામાં આવી. બંને નેતાઓએ રક્ષા ક્ષેત્ર અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં ત્રીજા દેશોની સંભાવનાનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીની બીજી મુલાકાત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો સાથે થઈ હતી.નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને આગામી વર્ષે આયોજીત ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવ્યું હતું. જેનો બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સ્વિકાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને વિઝા મુક્ત યાત્રાની સુવિધા બદલ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલિયામાં પ્રધાનમંત્રીની અંતિમ દ્વિપક્ષીય મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ હતી. આરસીઇપીમાં ભારતના સામેલ ન થવાના નિર્ણય પછી આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન સરહદ વિવાદિત સંબંધિત મામલા પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાના મહત્વને દોહરાવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે 11 અને 12 ઓક્ટોબરના રોજ ચેન્નાઈના મહાબલીપુરમમાં બીજુ અનૌપચારિક શિખર સંમેલન થયું હતું. આ દરમિયાન બંને નેતાઓએ વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચેન્નાઈમાં બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં પોતાના મહેમાનગતિ બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે 2020માં ચીનમાં ત્રીજા અનૌપચારિક શિખર સંમેલન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે થયેલી જુની મુલાકાતોને યાદ કરી હતી.

    રશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી
    24 કલાકની લાંબી યાત્રા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની ધરતી ઉપર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યાના થોડાક કલાકો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ ઔપચારિક કાર્યક્રમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાતનો રહ્યો હતો. 11માં બ્રિક્સ શિખર સંમેલનની સાથે આ મુલાકાત આ વર્ષની ચોથી મુલાકાત છે. મુલાકાત દરમિયાન ગ્લાડીમોસ્કોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પછી સ્થાપિત દ્વપિક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રક્ષા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રીની રશિયાની યાત્રાનો વિશેષ રુપથી ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આગામી વર્ષે રશિયામાં આયોજીત થનારા વિજય સમારોહમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. જેનો પીએમે સહર્ષતાથી સ્વિકાર કરી લીધો હતો.બંને નેતાઓએ 2025 સુધી 25 અરબ અમેરિકન ડોલરના દ્વિપક્ષીય વેપારના લક્ષ્યાંકને પહેલા જ મેળવી લેવા પર સંતોષ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેલ અને પ્રાકૃતિક ગેસના આયાત પર પ્રગતિ અને સ્થિરતાનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને આર્કટિક ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસની ક્ષમતાનો ઉલ્લેખ કરીને ભારતને ત્યાં નિવેશ માટે આમંત્રણ પાઠવ્યું છે. મુલાકાત દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશેષ કરીને રેલવેના ક્ષેત્રમાં થયેલ કામ પર ચર્ચા થઈ હતી. નાગપુર-સિકંદરાબાદ રેલવે લાઇનની સમીક્ષા કરવામાં આવી. બંને નેતાઓએ રક્ષા ક્ષેત્ર અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં ત્રીજા દેશોની સંભાવનાનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીની બીજી મુલાકાત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો સાથે થઈ હતી.નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને આગામી વર્ષે આયોજીત ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવ્યું હતું. જેનો બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સ્વિકાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને વિઝા મુક્ત યાત્રાની સુવિધા બદલ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. બ્રાઝિલિયામાં પ્રધાનમંત્રીની અંતિમ દ્વિપક્ષીય મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ હતી. આરસીઇપીમાં ભારતના સામેલ ન થવાના નિર્ણય પછી આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન સરહદ વિવાદિત સંબંધિત મામલા પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાના મહત્વને દોહરાવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે 11 અને 12 ઓક્ટોબરના રોજ ચેન્નાઈના મહાબલીપુરમમાં બીજુ અનૌપચારિક શિખર સંમેલન થયું હતું. આ દરમિયાન બંને નેતાઓએ વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચેન્નાઈમાં બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં પોતાના મહેમાનગતિ બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે 2020માં ચીનમાં ત્રીજા અનૌપચારિક શિખર સંમેલન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે થયેલી જુની મુલાકાતોને યાદ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply