Skip to main content
Settings Settings for Dark

બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા

Live TV

X
  • બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પ્રધાનમંત્રીનું કર્યુ સ્વાગત

    બ્રાઝિલની રાજધાની બ્રાસિલીયામાં 11મા બ્રિક્સ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સદસ્ય દેશનાં રાષ્ટ્રાધ્યક્ષ આ સંમેલનમાં ભાગ લેવા માટે ઈતામરાચી પેલેસ પહોંચ્યાં છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ એક સેશન યોજાયું હતું. જેમાં સદસ્ય દેશનાં રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. તો આ પહેલાં શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ચીન, બ્રાઝિલ અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પોતાની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન વેપાર અને તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ મુદ્દો પર તેમની સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ વેપારિક મંચને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આંતર ઇન્ટ્રા બ્રિક્સ વેપારને સરળ બનાવવાથી પરસ્પર વેપાર અને રોકાણ વધારે વધશે. પીએમ મોદીએ બ્રિક્સ વેપારિક મંચથી તકનો પુરો લાભ ઉઠાવવા માટે જરુરી બિઝનેસ પહેલુઓનો અધ્યયન કરવાનો અનુરોધ કર્યો હતો. તો સાથે પ્રધાનમંત્રીએ જ બ્રિક્સના સભ્ય દેશોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં અપનાવેલા સુધારાના કારણે ભારત દુનિયાની સૌથી ખુલ્લી અને રોકણને અનુકુળ અર્થવ્યવસ્થા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply