બ્રિટનના વિદેશમંત્રી ડોમનિક રોબ આજથી ચાર દિવસ ભારતના પ્રવાસે
Live TV
-
ભારતના ચાર દિવસીય પ્રવાસે આવેલા બ્રિટનના વિદેશમંત્રી ડોમનિક રોબ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે કરશે મુલાકાત.બંને નેતાઓની વચ્ચે પરસ્પર હિત, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર થશે વાતચીત.ડોમનિક રોબ અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ કરશે મુલાકાત.
બ્રિટનના વિદેશ મંત્રી ડોમનિક રાબ આજથી ચાર દિવસ માટે ભારતની મુલાકાતે આવે છે. ભારત મુલાકાત દરમિયાન તેઓ આવતીકાલે વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરની મુલાકાત કરશે અને સાથે જ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે. તેઓ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ સાથે પણ સત્તાવાર બેઠક કરશે. ડોમનિક રાબ ગુરુવારના રોજ બેંગ્લોરની મુલાકાત લેશે અને કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. ભારત અને ઇંગ્લેન્ડ તેમની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ 2004 થી વિવિધ મુદ્દાઓ અને પરસ્પર સહયોગ પર નિયમિત રીતે ઉચ્ચ-સ્તરની વાટાઘાટો કરે છે. બ્રિટનના વિદેશ મંત્રીની આ મુલાકાત કોવિડ -19 અને બ્રેક્ઝિટ પછી વેપાર, સંરક્ષણ, આબોહવા, સ્થળાંતર અને ગતિશીલતા, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં મજબૂતીકરણ અને વધારાનો માર્ગ મોકળો કરશે.